પૃષ્ઠ:Sandeshika.pdf/૩૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩


વીરા પરથી વારી જતી ઓ
અધીરી અધીરી બહેન રે,
વીરાનાં દુખડાં લેવાને
 તત્પર રહે દિનરેન !
અધીરી બહેની તું.......૩

ખરતા તારા સરતા કોરે
નભ રૂપેરી નૂર રે,
તુજ વાતલડીના ચમકારા
એમ સરે મુજ ઉર :
વ્હાલી બહેની તું.......૪

માતલડીનાં હેત અનેરાં
ઉર સંઘરતી બહેન રે,
જગ અંધારે વીરા પર તુજ
છે ચંદાશું નેન :
મોંઘી બહેની તું.......૫