પૃષ્ઠ:Sandeshika.pdf/૩૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪

પર્વતશિખરે ધુમસવિશેથી
શુક્ર હસંતી જોય રે,
આ સંસારે એમ સુધામય
હાસ્ય મીઠું તુજ સોહ્ય:
હસતી બહેની તું..........૬

મોંઘેરી બહેની મારી, તું
વીરાની કરબાંહ્ય રે;
વીરાના સરવરહ્રદયે તુજ
ભાવતણી રહો છાંય !
વિરલી બહેની તું.........૭

બળતા વાયું જગવાડીમાં
બાળે કુમળાં ફૂલ રે,
ત્યાં મુજ બહેનડલીની શીળી
વરસે વૃષ્ટિ અમૂલ !
મીઠડી બહેની તું.........૮