પૃષ્ઠ:Sandeshika.pdf/૩૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫


માતાના બાગની ઓ ગુલકળી !
ખીલી પ્રસરાવ સુવાસ રે !
અદલ હૃદયમાં વસજો તારું
મધુરું મધુરું હાસ !
મારી બહેની તું...............૯

મારા હૈડાનો હલકાર,
મીઠડી બહેની તું :
આવે ચાંદનીનો ચમકાર,
મીઠડી બહેની તું!