પૃષ્ઠ:Sandeshika.pdf/૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬
ઝૂલણું



( ગરબી )

લાડકડો લાલ મારો હૂલે ને ઝૂલે,
ફૂલે વધાવું એની ચાલ :
મારો હૂલે ને ઝૂલે.......૧

માતાનાં દૂધ અને પિતાની છાંયડી,
દિન દિન વધે મારો બાળ :
મારો હૂલે ને ઝૂલે......૨

હૈયાનાં તેજ અને આંખોનાં અમૃત,
હસતાં ખીલે એને ભાલ :
મારો હૂલે ને ઝૂલે. .......૩

દેવોની વાડીનું ફૂલ એક મીઠું,
મારી વાડીમાં ફળે ફાલ :
મારો હૂલે ને ઝૂલે. .......૪

_________________________________________________

* "રામસભામાં અમે રમવાને ગ્યાં'તાં ”—એ ચાલ.