પૃષ્ઠ:Sandeshika.pdf/૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૭

આંખોમાં તારલા ને મુખે છે ચંદ્રમા,
ચોંટયા પ્રભાતરંગ ગાલ :
મારો હૂલે ને ઝૂલે. .......૫

પૂર્વ કે પશ્ચિમ બે મુઠ્ઠીમાં બાંધે,
હૈયે વિજય કેરી માળ :
મારો હૂલે ને ઝૂલે. .......૬

જગની વસંત મારો જાયો ઉઘાડશે,
ભરશે થલોથલ થાળ :
મારો હૂલે ને ઝૂલે. .......૭

માતાપિતાનાં ઉરમંદિર ઉજાળશે :
જીવો ઘણેરું મારો લાલ:
મારો હૂલે ને ઝૂલે,.......૮