પૃષ્ઠ:Sandeshika.pdf/૩૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮
પારણું


( ગરબી )

નીંદરડી આવીને મારા બાગમાં પેઠી ;
નીંદરડી! તું તો છે ફૂલ ચોર :
હાં રે પોઢે મારો કનૈયો....... ૧

નીંદરડી આવીને મારા વાસમાં પેઠી ;
નીંદરડી! તું તે છે તેજ-ચોર :
હાં રે પોઢે મારો કનૈયો.......૨

નીંદરડી તે કનૈયાની આંખમાં પેઠી ;
નીંદરડી ! તું તો છે કીકી ચોર :
હાં રે પોઢે મારો કનૈયો....... ૩

નીંદરડી ! કનૈયાને તું લોલજે બેઠી !
કનૈયો તું જેવો દૂધ-ચોર :
હાં રે પોઢે મારો કનૈયો....... ૪

_____________________________________________

  • આ ગરબી નવી રચી છે.