પૃષ્ઠ:Sandeshika.pdf/૩૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૯નીંદરડી! તું કનૈયાને રહેજે રે ભેટી !
કનૈયો છે પૂરો હૈયા–ચોર :
હાં રે પોઢે મારો કનૈયો....... ૫

નીંદરડી ! કનૈયો મારા પ્રાણની પેટી :
જાળવજે મારો એ અમૃત-ચોર !
હાં રે પોઢે મારો કનૈયો....... ૬