પૃષ્ઠ:Sandeshika.pdf/૩૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૦
વિકાસ

( રાગ સારંગ )*

આભ ઉઘડે રે ઊંડી રાતડીની માંહ્ય,
ઊંડી રાતીની માંહ્ય,
કાળી રાતડીની માંહ્ય;
આભ ઉઘડે રે ઊંડી રાતડીની માંહ્ય.

તેજપટ બીડાઈ જાય,
તિમિરતંબુ શિર તણાય,
કોટિ કોટિ જ્યોતિ છાય
રજનીકાય;
ત્યાંય;
આભ ઉઘડે રે ઊંડી રાતડીની માંહ્ય.

_____________________________________________

  • “વીજ ચમકે રે મીઠા મેહુલાની માંહ્ય,-એ ચાલ.”