પૃષ્ઠ:Sandeshika.pdf/૪૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૨


અક્ષરની ઉકેલણ


( ગીત)

ઉકેલો, ઉકેલો, ઉકેલો, ઉકેલો ઉર-અક્ષરો,
ઉકેલો કો એ અક્ષરો ;
વણલખ્યા આત્માના રે આજ,
ઉકેલો,ઉકેલો કો એ અક્ષરો ! - (ધ્રુવ)

વાયુ વાયો, કુંકાયો, સમાયો, છવાયો પાને પાને ;
ફુલે ફૂલે ઉઘડયો નવસાજ :
ઉકેલો,ઉકેલો કો એ અક્ષરો ! ......૧

અણદીઠી રહે વીંટી શી મીઠી વસંત આ ધરાને ;
કળીએ કળીએ રાજે રસરાજ:
ઉકેલો,ઉકેલો કો એ અક્ષરો !.....૨

_______________________________________________

  • “ કસુંબી રંગ હો ગઈ, ”—એ રાહ.