પૃષ્ઠ:Sandeshika.pdf/૪૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૩


જરી જોયું ન જોયું ને મોહ્યું નયન નવદાને;
એનો કોણ બતાવે ઇલાજ ?
ઉકેલો,ઉકેલો કો એ અક્ષરો !.....૩

અણધાર્યો, વકાર્યો, પુકાર્યો ટહૂક આસમાને;
ઊંડો ઊંડો કોરે એ અવાજ :
ઉકેલો,ઉકેલો કો એ અક્ષરો !........૪

બ્રહ્મ બોલે કે ડોલે ને ખોલે આ વિશ્વ જો પીંછાને;
એને રંગ કો ઉતારો અમ કાજ !
ઉકેલો,ઉકેલો કો એ અક્ષરો !
વણલખ્યા આત્માના રે આજ,
ઉકેલો,ઉકેલો કો એ અક્ષરો !.....૫