પૃષ્ઠ:Sandeshika.pdf/૪૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૫
પ્રેમદાન


(ગરબી)

ધોમ ધખે ને ધરણી તરસે,
ધમધમ મેહુલો વરસે :
વ્હાલમજી !
એવાં તે પ્રેમદાન દેશોજી કયારે ?.......૧

મુખડાના મેહ ને દિલડાના દાવા,
આખર છે હૈયું ઠગાવા :
વ્હાલમજી !
સાચાં તે પ્રેમદાન દેશોજી ક્યારે ?.....૨

નયન નયનમાં પ્રતિમા પલકે,
હૈડે પરમરસ છલકે :
વ્હાલમજી !
મોંઘાં તે પ્રેમદાન દેશોજી ક્યારે ?'.....૩

ખેલું જગાડી અંધારને ભડકે,
વીજળીશું વાદળને પડખે :
વ્હાલમજી !
શૂરાં તે પ્રેમદાન દેશોજી કયારે ?......૪