પૃષ્ઠ:Sandeshika.pdf/૪૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૬


ગગન સુહાગી રહે શશિદેહે,
અંતર સુહાગી છે સ્નેહે:
વ્હાલમજી !
મીઠાં તે પ્રેમદાન દેશોજી ક્યારે ?......પ.

ભરશે વિરાટ એક મુઠ્ઠીના દાને,
મુઠ્ઠીનો ભેદ જે જાણે :
વ્હાલમજી !
ઊંડા તે પ્રેમદાન દેશોજી ક્યારે ?......૬

પગલે પગલે જ્યાં જ્યોતિનાં કૂલો,
સૂર્યનો માંડવ અણમૂલો :
વ્હાલમજી !
વિરલાં તે પ્રેમદાન દેશોજી ક્યારે ?.....૭

શ્વાસે શ્વાસે છે આ જીવનનાં આણાં,
ભરતીનાં મોજાં ભરાણાં :
વ્હાલમજી !
દૈવી તે પ્રેમદાન દેશોજી ક્યારે ?