પૃષ્ઠ:Sandeshika.pdf/૪૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૭
દૂધડાં દોહતી


(ગરબી ) *

ગોરા ઉજાસ, ગોરાં વહાણલાં, મનમોહનજી !
ગોરાં ગોરાં ગોકુલનાં ગામ :
દૂધડાં દોહું રે મનમેહનજી !
ગોરી ચંબેલી, ગોરી વાદળી, મનમોહન જી !
ગોરી ગોરી હું ને તમે શ્યામ :
દૂધડાં દોહું રે મનમોહનજી !........૧

કાળી ભૃકુટી, કાળી આંખડી, મનમોહનજી !
કાલી કાલી તમારી વાત :
દૂધડાં દોહું રે મનમેહનજી !
આવી અડપલાં માં કરો, મનમોહનજી !
મારા દૂધ દોહવણિયા હાથ :
દૂધડાં દોહું રે મનમોહનજી !.....૨

____________________________________________________

  • “ રાતલડી રળિયામણી, મનમોહનજી, ”—એ ચાલ.