પૃષ્ઠ:Sandeshika.pdf/૪૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૮


કાળાં અખાડિયાં આભલાં, મનમોહનજી !
કાળા કાજળિયા અંધાર :
દૂધડાં દોહું રે મનમોહનજી !
કાળી કાળી મારી ગાવડી, મનમોહનજી !
તેની ગોરી આ દૂધની ધાર :
દૂધડાં દોહું રે મનમોહનજી !........૩

કાળા ભ્રમર ભમે વાડીમાં, મનમોહનજી !
ગોરાં ગોરાં કમળનાં ફૂલ :
દૂધડાં દોહું રે મનમોહનજી !
દિલે સિંહાસન દેવનાં, મનમોહનજી !
કરજો કાળાં ગોરાંનાં મૂલ :
દૂધડાં દોહું રે મનમોહનજી !.....૪

કાળી કૂજે કહિં કોકિલા, મનમોહનજી !
ગોરા ગોરા આંબાના મહોર :
દૂધડાં દોહું રે મનમોહનજી ! .
આઘે વગાડો તમ વાંસળી, મનમેહનજી !
દો'તાં દહાડો જશે ચઢી પહોર :
દૂધડાં દોહું રે મનમોહનજી !........૫