પૃષ્ઠ:Sandeshika.pdf/૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૦
મહિયારી


(ગરબી)

મહિયારી ! ક્યાં ચાલી ગોકુલ ગામની ?
દો'ણીમાં તેં રાખ્યું શું સંતાડી જો ?
તરસ મને લાગી છે અમૃત નામની ;
મુજને શું ના દે તુજ મહી ચખાડી જો?
મહિયારી ! ક્યાં ચાલી ગોકુલ ગામની ?.......૧

ગમે મને તારાં હરિયાળાં ખેતરાં,
ને તુજ દુધિયાં ધિંગાં ઢોર ભડકતાં જો :
કાં ભડકે ? -જો આ ઝાડીનાં ઝાંખરાં,
આવ, પડી અહિં' સુણિયે હ્રદય ધડકતાં જો !
મહિયારી ! ક્યાં ચાલી ગોકુલ ગામની ? ......૨

વાડતણે ખૂણે તુજ દો’ણી મુકશું,
તુજ ઊંઢણ આ કમદી પર ટંગાશે જો ;
ને આ લીલી ચાર ઉપર જરી ઝુકશું,
આત્મા ઊંડાં અમૃત ત્યાં પી પાશે જો :
મહિયારી ! ક્યાં ચાલી ગોકુલ ગામની ? ....૩

__________________________________________

“ઓધવજી, સંદેશો કહેજો શ્યામને,”—એ ચાલ.

-