પૃષ્ઠ:Sandeshika.pdf/૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૨

નહિ ઝીલે તો નહિ ખીલે એ,
વ્હીલે મુખ સૂકાય :
ઉરસંવાદ પ્રફુલ્લ વસે ત્યાં
રસજોડી વિકસાય ;—
સખીરી ! તારા આછા ઘુંઘટ ઉઘાંડ ! ૩

અંતર તુજ આત્મા ગુંજે ને
નયને વહે સંદેશ ;
ઘુંઘટ ઉઘાડ, અહો રસરાણી !
કરી દે સ્વપ્ન ઉજેશ !—
સખીરી ! તારા આછા ઘુંઘટ ઉઘાડ ! ૪

પટ ખોલે નભલક્ષ્મી ઉષા તો
સૂર્ય ઝરે રસનેહ;
સંધ્યાને મુખ ઘુંઘટ પડે ત્યાં
અંધ બને જગદેહ !—
સખીરી ! તારા આછા ઘુંઘટ ઉઘાડ ! ૫