પૃષ્ઠ:Sandeshika.pdf/૫૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૩


ગૃહદ્વારે બેલડીઆં વંદે
વંદન વદનઉદાર ;
સમરસકલા ખીલી પ્રગટે ત્યાં
ઉરસૌભાગ્ય અપાર;—
સખીરી ! તારા આછા ઘુંઘટ ઉઘાડ ! ૬

તુજ સ્નેહની પ્રતિમા શું બોલે,
લોલે ચેતન કેમ ?
એકલ ઉર કલાપી ન ખોલે
પ્રાણકલા પૂરી એમ;—
સખીરી ! તારા આછા ઘુંઘટ ઉઘાડ ! ૭

૨સ ન ઝરે, પ્રભુતા ન સ્ફુરે, શું
આ તુજ એવી અમાસ ?
ઘુંઘટ ઉઘાડ, ખિલાવ કલા, સખી !
વેરી દે તુજ હાસ !—
સખીરી ! તારા આછા ઘુંઘટ ઉઘાડ : ૮