પૃષ્ઠ:Sandeshika.pdf/૫૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૪

જળથળ વિલસે, રજની વિલસે,
વિલસે દિશદિશ વ્યોમ :
ઘુંઘટ ઉધાડ, જીવનભાગી સખી !
પૂર્ણકલા ઝર સોમ !—
સખીરી ! તારા આછા ઘુંઘટ ઉઘાડ ! ૯

નયનો ઝરશે, પ્રભુતા ભરશે,
સરશે આત્માભાર :
સખીરી ! તારૂં હૃદય વિકસતાં
સ્વર્ગ બને સંસાર !—
સખીરી ! તારા આછા ઘુંઘટ ઉઘાડ ! ૧૦