પૃષ્ઠ:Sandeshika.pdf/૫૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૫
શૂન્ય પિંજર


( દિવ્ય )

ગઈ, ગઇ ઓ વ્હાલી દારા !
ગઈ, ગઈ તું તો ૨વિપાર :
તેં વાળી લીધા સહુ તારા,
મુજ કાજ રહ્યો અંધાર;
મુજ અંતરની અમીધારા
પડી બંધ હવે આ ઠાર ;
તુજ પંથ રહ્યા કંઈ ન્યારા,
ને હા ! મુજ આ સંસાર !.........૧