પૃષ્ઠ:Sandeshika.pdf/૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૬


જ્યારે તું ગઈ, ઓ વ્હાલી !
ઉડીને કો બીજે સ્થાન,
પડયું આ મુજ પિંજર ખાલી,
ત્યાં કવિત કરે નહિ ગાન ;
તુજ પૂઠે ગયું સહુ ચાલી,
જળ પૂઠે હંસ સમાન :
મુજ કાયા પડી છે ઠાલી,
ને હૃદય વિજન વેરાન............૨

મુજ ગાન હતું તુજ કાજે,
ને તું મારું હતું ફૂલ :
તુજ સુંદર નખરાંનાજે
તું ખીલતી મારે ધૂળ !
તું રહેવા ગઈ સુર-તાજે,
કરવા સુરજન સહુ ડૂલ :
વ્હાલી ! કરશે ત્યાં આજે
મુજ ધૂળતણું કંઈ મૂલ ?..........૩