પૃષ્ઠ:Sandeshika.pdf/૫૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૭


તુજ નેન વસી રવિજ્યોતિ ,
તુજ મુખે હસંત વસંત;
તુજ ગાલ ઉષા રહી ગોતી
ડોકાવતી જતી દિગંત ;
તુજ કંઠે કોયલ ખોતી
નિજ ગાન ભમંત ભમંત;
સહુ આંખ રહી અહિંં રોતી,
ને તું ત્યાં હસે અનંત !...................૪

તું ગઈ, ને સ્વર્ગ ગયું ત્યાં,
રહ્યું કંઈ મુજ પાસ ન અત્ર;
વ્હાલી ! હા જાયજ તું જ્યાં,
ત્યાં સ્વર્ગ અને તુજ છત્ર !
તુજ હાસ્યફૂલો તેં ગૂંથ્યા
ને બાંધ્યા સુરજન તત્ર :
રહ્યું સ્વર્ગ બધું યે શું ત્યાં?
અહિં ક્રૂરતા રહીં સર્વત્ર !..............૫