પૃષ્ઠ:Sandeshika.pdf/૫૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૦


દોરી તૂટી કે છૂટી નહિ જાણું,
ખેંચી ઝૂલાવો તમ સાથ :
વ્હાલા પધારજો !— આવો૦

આછી આછી આ જગતની માયા :
ઊંડા અમારા વિલાસ :
વ્હાલા પધારજો !

મોંઘી મોંઘી અમ માંડવની છાયા :
મોંધા તમારા ઉ૯લાસ :
વ્હાલા પધારજો ! — આવો૦

આત્મપટ ખોલી આ મૂકયું તમ પગલે,
ના, ના, જશો નહિ દૂર !
વ્હાલા પધારજો !

આવો, પટે એ કનકપદ લૂછું :
પામું પ્રભુજીનું નૂરઃ
વ્હાલા પધારજો !