પૃષ્ઠ:Sandeshika.pdf/૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૨
મલબારીના સ્વર્ગસ્થ આત્માને


(રાગ કાશી—ધીરાની પદની રાહ )

દુખિયારાંના બેલી રે, પાંગળિયાંની પાંખડી !
રોતી ગયો શું મેલી રે હિંદ મૈયાની આંખડી ! – (ધ્રુવ)

ઊંચી ઊંચી તુજ મેડી આકાશે, નીચા અમારા વાસ ;
તોય હૃદય તુજ નિત્ય ધડકતું, દુભતું બની દીન દાસ :
સેવા કીધી સાચી રે, જાણી ન તે ઝ૨ઝાંખડી;
ભૂલે તે શું ભવમાં રે હિંદ મૈયાની આંખી ?—-......... ૧

રોતાંને જઈ રોકતો, વીરા ! રોતો અંતર આપ;
હિંદ મૈયાના દીન હદયની શુદ્ધ બન્યો તું ખાપ :
તજી રત્નજડિત મોજડી રે, પહેરી કઠણ પદ ચાખડી ;
આજે કોણજ લહોશે રે હિંદ મૈયાની આંખડી ? – .....૨

પૂર્વના પર્વત ને પશ્ચિમના સાગર ઘુરકી રહ્યા અંધભાવ;
શ્વેત ધજા તુજ ત્યાં રણ રોપી તેં કીધો અમૃત પ્રસ્તાવ :
બંધુતાની બાંધી રે સહુને તેં દિવ્ય રાખડી;
જતી સ્વપ્ન મોંઘેરાં રે હિંદ મૈયાની આંખડી !– ....૩