પૃષ્ઠ:Sandeshika.pdf/૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૩


ગાજે ગગને ઘનઘોર ફરી ને વીજ કરે ચમકાર;
પડતા પ્રલયના પડઘા પશ્ચિમમાં ખખડાવે અમ દ્વાર :
સૂઝે નવ ત્યાં સીધી રે વાટ દિસે બહુ વાંકડી;
ધીરજ ત્યાં ક્યમ ધારે રે હિંદ મૈયાની આંખડી ?–.........૪

બંધુતા પૃથ્વી ને સ્વર્ગની સાધી તે, વિભુના વ્હાલા ઓ વીર !
તો અમ આશ રહી તુજમાં, તું દૂત બને અમ ધીર :
પ્રભુજીને વિનવજે રે, રક્ષે મૈયા રાંકડી,
હાસ્ય પૂરીને ઠારે રે હિંદ મૈયાની આંખડી !—- ...........૫

સૂર્ય ચંદા ને તારલા સાથે વરસતા નિત્ય ઉજેશ,
ધર્મ અને દેશોન્નતિ કેરા મોંઘા તુજ સંદેશ :
મળજો વીર મલબારી રે ફરજ ઊભી જ્યાં જ્યાં ખડી !
ભૂલે સ્મૃિત શું તારી રે હિંદ મૈયાની આંખડી ?– .............૬
Gandhi Haritage portal