પૃષ્ઠ:Sandeshika.pdf/૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૪
ઈલમમક્કાને હાજી


(ગઝલ )

ખુબ કરી જો ઈલ્મની સોદાગરી હાજી ગયો :
બેકદર ગુજરાતની કરી ચાકરી હાજી ગયો!
ખુબ કરી૦

જ્યાં ભર્યા’તાં આસમાને ઘેર કાળાં વાદળાં,
રંગ ત્યાં બેમૂલ કૈં કૈં મેં ચીતરી હાજી ગયો!
ખુબ કરી૦

જ્યાં જમીને ગુંચવાતાં ધૂળઢગ ને ઝાંખરાં,
બાદશાહી બાગ ફૂલનો ત્યાં કરી હાજી ગયો !
ખુબ કરી૦

ગુર્જરીનું ઈલ્મમકકા પાક કીધું હજ કરી,
એક હજરતની ફકીરી દિલ ધરી હાજી ગયો !
ખુબ કરી૦