પૃષ્ઠ:Sandeshika.pdf/૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૭


વ્હાલા, તુજ હ્રદયસિતારે
જ્યાં છેડચા પૂર્વાલાપ,
મૃદુ ઝરતી અમૃતધારે
પળ ભૂલ્યા સૌ જગતાપ;
તુજ અંગુલિ તારે તારે
ભરતી માધુર્ય અમાપ,
ક્યાં જઈ શોધું જગઆરે
તુજ અદ્ભુત ગાનપ્રતાપ ?...............૨

ઓ બંધુ, ગયો તું ચાલી
કુદરતશું ફરવા દૂર;
લાગ્યાં શું અમ ઉર ખાલી
ચોગમ દ્વેષે ચકચૂર ?
સંભારી સ્વર્ગે વ્હાલી
અહિં વાળ્યાં આલમનૂર ?
ત્યાં ચાલ્યો ગાવા મ્હાલી
શું ગાન પરમ રસપૂર ? .....૩