પૃષ્ઠ:Sandeshika.pdf/૬૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૮


તુજ હૈયાની બલહારી
અહિં જોઈ અમે કંઇ ઓર,
તુજ સ્નેહવસંતે ભારી
લચતા મૃદુતાભર મ્હોર;
કંઈ કંઈ ધારી અણધારી
તુજ હૈયે તપી અપાર!
ન્યારી, વ્હાલા, રે ન્યારી
તુજ કુસુમ સમી ઉરદોર !...........૪

ડોલી બહુ તારી કીસ્તી
ભવસાગરને તોફાન,
ખાલી હસ્તી ને નીરતી
તુજ રાજ રહ્યો હેરાન,
તુજ નજર કદી નવ ખિસતી
જ્યાં ઝગતું દૂર નિશાન,
તુજ સફર સફળ થઈ દિસતી
સ્વામીકર દઈ સુકાન. ..........૫