પૃષ્ઠ:Sandeshika.pdf/૬૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૧


દિનઉરની શોભા ખોલે
સૂર્યાસ્તે ભર આકાશ,
જીવન જ્યાં ચઢતું ઝોલે
ત્યાં આત્મા ભરે મિઠાશ;
નભગંગા પૂરી લોલે
જ્યાં આંજે આંખ અમાસ,
જીવન અવસાને બોલે,
ને પૂરે પ્રભુજી આશ............૧૦

વ્હાલા, પ્રભુપદ તું ખેલે
છેડી તુજ વીણાતાર,
અહિં વહતી રસભર રેલે
મધુરી ધીરી સ્વરધાર;
રોતી ઉરપાર ઉકેલે
ગુર્જરી તુજ ગાનપ્રકાર :
શા રંગ હશે સુરમ્હેલે?—
મુજ આંખ ઉડે જગપાર ! .......૧૧