પૃષ્ઠ:Sandeshika.pdf/૭૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૨


ઉગશે રવિ ને આથમશે,
રહેશે સત્યજ ને સ્નેહ,
આગળ પાછળ નભ નમશે,
વચ્ચે તપશે રવિદેહ :
તુજ ગાન પિતાઉર શમશે,
ભરશું ઉર એ રસલેહ,
ત્યાં તુજ રતિઘન ધમધમશે,
વ્હાલા, અહિં જયોતિર્મહ !..........૧૨