પૃષ્ઠ:Sandeshika.pdf/૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૩
દીવાળી


(ગરબી)

પ્રગટે ઘરઘર આજ પ્રકાશ,
દીવાળીનાં મેરિયાં રે લોલ :
ઝબકો આર્યભૂમિના વાસ,
હો રંગભર હેલિયાં રે લોલ !

(સાખી) ઊંડું અંતર કાળનું, ઊંડા આ અંધાર;
આવે તેમાં તેજના મોંઘેરા ચમકાર :

ઊંડાં ઊંડાં છે અમ ગીત
કે ગરવાં ઘેલિયાં રે લોલ,
આવો, ગાઇએ સહુ શુભ રીત,
હો રંગભર હેલિયાં રે લોલ !- ...........૧