પૃષ્ઠ:Sandeshika.pdf/૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૪


(સાખી) દીવે દીવે દેવની સ્નેહભરી છે આંખ ;
ઝળહળ જ્યોતિ ઝીલતાં, ફૂટે પ્રાણની પાંખ :

સુરવર મુનિવર નર ને નાર
કે એમાં ખેલિયાં રે લોલ;
આવો, કરીએ આત્મવિહાર,
હા રંગભર હેલિયાં રે લોલ !— ............૨

(સાખી) કોટિક તારક ઝગઝગે, કોટિક દીપ પ્રકાશ,
કોટિક એવી પ્રાણની ખીલો ઉન્નત આશ :

કોટિક આજ દીવાળી સાથ
કે અંતર રેલિયાં રે લોલ;
દીપે દીપે પ્રગટો નાથ,
હો રંગભર હેલિયાં રે લોલ !.............૩