પૃષ્ઠ:Sandeshika.pdf/૭૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૫
નવા વર્ષનાં હાસ્ય


(ગરબી)

વ્હાલાં ! નીતરે હરિના નેહ,
આનંદભર આજે !
એના ઘરઘર વરસો મેહ,
આનંદભર આજે — !

મોંઘી જગતની છાબડી ને
મોંઘી હૈયાની થાળ રે;
મોંઘા તે રસ જગનાથના હો
ઝીલો જગતનાં બાળ ! –
આનંદભર આજે ! .................૧

કાળી દીવાળીની રાતડી, તેમાં |
ઝબકે દીવા ભરતેજ રે;
નાથ હસે ત્યારે ઊજળા દીપાવે
ઊંડા અંધાર ઉર એજ :
આનંદભર આજે ! .................૨