પૃષ્ઠ:Sandeshika.pdf/૭૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૬


હૈયાં હીરા, મન મોતીડાં, તે
મઢો હરિને હેમ રે;
પુણ્યની આંગળીએ પહેરી શોભાવો
આત્માનો અવિચળ પ્રેમ!
આનંદભર આજે!.................૩

હસે આકાશ, હસે વાદળાં, ને
હસે પ્રભાત નવરંગ રે,
હસે જગત ફૂલ વેરતું, વ્હાલાં!
હસો સદા સુખસંગ !—
આનંદભર આજે !................૪