પૃષ્ઠ:Sandeshika.pdf/૭૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૭
જીવનનાં દેણ


(ગીત)*

ધીરી ધીરી ઓ બહેન !
ધીરી તું બોલ, મારી બંસરી !

તારાં ઘેરાં ઘેરાં વેણ :
ધીરી તું બોલ, મારી બંસરી !— (ધ્રુવ)

ધીરી ધીરી તું બોલ,
ઝરણ હૈયાનાં ખોલ,
જગત પોલમપોલ :
પરમ કૌતુકનાં કહેણ :
ધીરી તું બોલ, મારી બંસરી ! —ધીરીપ૦

______________________________________________________________

  • “કસુંબી રંગ હો ગઈ.”—એ ચાલ.