પૃષ્ઠ:Sandeshika.pdf/૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૮


(સાખી) શ્વાસે શ્વાસે જાય સુંદરતા જગથી સરી :
પ્રેમ રડે ને ગાય, ભરતી ઓટે માનવી !

ઉગે ઉગે સૂકાય,
ખીલે ખીલે કરમાય,
ભરે ભરે ઠલવાય :
જગતજાદુનાં ઘેન,
ધીરી તું બોલ, મારી બંસરી !--ધીરી૦

(સાખી) ફૂલડાં જાગે જ્યાર, પ્રેમ ઘૂમી રહે કોડીલો : '
પાન ખરે તે વાર, જાય ઉડી જ્યમ વાયરો.
 
એવા એવા છે નેહ,
દોડે દુનિયાની દેહ,
પડે જીવતી જગ ચેહઃ |
એ તો જીવનનાં દેણ :
ધીરી તું બોલ, મારી બંસરી !—ધીરી૦