પૃષ્ઠ:Sandeshika.pdf/૭૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૯


ધીરી, ઓ ધીરી, હા ધીરી,
ન થા તું અધીરી,
અમીરી ફકીરી,
સખીરી ! ગા તું વીરી :

ધીરી ધીરી દિન રેન,
ધીરી તું બોલ, મારી બંસરી !

તારાં ઘેરાં ઊંડાં વેણ :
ધીરી તું બોલ, મારી બંસરી !

ધીરી ધીરી ઓ બહેન !
ધીરી તું બોલ, મારી બંસરી !