પૃષ્ઠ:Sandeshika.pdf/૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૦
અમારી ગુજરાત


(ગીત)

કોણ કહેશે, નથી આ અમારી ગુજરાત ?
અમારી ગુજરાત હો જીવનની મહોલાત :
કોણ કહેશે, નથી આ અમારી ગુજરાત?—(ધ્રુવ)

પગલે પગલે જ્યાં મોતી વેરાયાં,
સ્નેહે ઘૂમે માતજાયાં સજાત :
કેશુ કહેશે, નથી આ અમારી ગુજરાત ? ..........૧

નવ ખંડ ગાજે ચેતન અવાજે,
લ્હાવો લેવો એ તો આજે ઉદાત્ત :
કોણ કહેશે, નથી આ અમારી ગુજરાત ?.........૨

આત્માને ભોગે જોગ જમાવશું,
માને મંદિર અમ પ્રાણની બિછાત !
કોણ કહેશે, નથી આ અમારી ગુજરાત? ..........૩

_______________________________________________________

  • “નાહીં બનશેજી પ્રીતિના મોતીનું મૂલ”, એ ચાલ.