પૃષ્ઠ:Sandeshika.pdf/૭૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૧


જઇશું જગતને ચારે ખૂણાએ,
ગુજરાત અમારી ગુજરાતી અમ જાત :
કોણ કહેશે, નથી આ અમારી ગુજરાત ?.............૪

તપશું એ તાપ, જપશું એ જાપે :
એ અમ ‘અહંબ્રહ્મ’ ગુજરાત માત !
કોણ કહેશે, નથી આ અમારી ગુજરાત?............૫

દુનિયા ડોલાવશું, સાગર શોષાવશું :
મોંઘા અમ પ્રાણની એ મોંઘી મિરાત :
કોણ કહેશે, નથી આ અમારી ગુજરાત ?...........૬