પૃષ્ઠ:Sandeshika.pdf/૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૨


ત્રાન્સવાલમાં ત્રાસ અને ગુર્જરવીરત્વ


( મિશ્ર હરિગીત)

દેવી ! ધસો અમ સંગમાં !
ભરી ધ્યો અનલ અમ અંગમાં !
જગ ડોલશે,
ચખ ચોળશે
અમ જીવનના રણરંગમાં.
દેવી ! ધરો રણતૂર શૂર સ્વહસ્ત હા !
જગવો, ગજાવો સૂર પૂરણ મસ્ત હા !
ભડગર્જના ત્રાડી ગગનપડ ફોડતી ઊંડી વહેઃ
ઓ દેવી ! ફૂંકો સદ્ય ! અમ અંતર અનલ ભડભડ દહે!