પૃષ્ઠ:Sandeshika.pdf/૮૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૩શું આભ આ તૂટી પડે ?
ઓ સિંધુ શું ઉલટી પડે ?
દુઃખઝાળમાં
આ કાળમાં
શું તેજ અમ ખૂટી પડે ?—
શું ના અમે ગુજરાતનાં સંતાન કે ?
શું ના અમારી માતાનું અભિમાન કે ?
હિન્દુ, મુસલમિન, પારસીઃ કો કહે વિવિધ અમ જાતીઓ ?
એકાત્મ સહુ ઊભા અડગ : શું ના અમે ગુજરાતીઓ ?કંઈ દેશદેશ ઘૂમ્યા અમે,
કહિં રવિ ઉગે, કહિં આથમે :
જંગલ બધાં
મંગલ કીધાં
અમ ધીરપાદ પરાક્રમે !
ન ગણ્યાં અમે પ્હાડો, વનો, મહાસાગરોઃ
ન ગણ્યાં અમે કંઇ વનચરો કે જળચરો:
રે કંઈ હજારો વર્ષથી હર્ષે મચ્યા પરદેશમાં,
તે માતૃદૂધ ધિકરાવવા શું જીવીએ આ વેશમાં ?