પૃષ્ઠ:Sandeshika.pdf/૮૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૪
ઓ રણશૂરી ગુજરાતણો !
પ્રતિભાપૂરી ગુજરાતણો !
(શું એજ કે
ઘરને ચકે
રીબતી ઝૂરી ગુજરાતણો ?) –
પડખે અમારે રહીં સહે સહુ વેદના,
રણદેવીશું ફૂંકે ઉરે અમ ચેતના;
ગૌરવ-પ્રભા-મહિમાવતી ! વીરત્વ તમ ઝળકાવજો !
તમ કૂખ પાક્યાં મોતીડાં અમ દેશને દીપાવજો !હે બ્રિટનના યશરક્ષકો !
સ્વાતંત્ર્યના ઉરભક્ષકો
વિષ વિષ ભીડે
અમને પીડે
આ ત્રાન્સવાલી તક્ષકો !
ભડ યુદ્ધમાં ગાજી ઊભા સાથે અમે : -
ક્યમ દૂર જઈ દ્રગ ફેરવો આજે તમે?
તમ કિરણતંતુ ગ્રહી ઊભા સામ્રાજ્યની છાયા તળે,
ત્યાં એક તસુ ભોમિચે અમોને ના મળે, શું ના મળે ?