પૃષ્ઠ:Sandeshika.pdf/૮૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૬


ઉછળો ગગન મહાસાગરો !
વંટોળિયા નભને ભરો !
પ્હાડો પડો !
જવાલા ઉડો !
અંધાર અવનિ આવરો!
ગુજરાતના શૂરા અમે ગુજરાતીઓ !
થઈએ શું ભારતદેવીના યશઘાતીઓ ?
અમ ગેહ દઈએ, દેહ દઇએ, ચેહ બળીએ તાતી ઓ !
અમ ટેક ના તજીએ કદી !-રે આ અમે ગુજરાતીઓ!