પૃષ્ઠ:Sandeshika.pdf/૮૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૯


ઊંચા વ્યોમે નહિ નહિ કદી યુદ્ધ કો જોયું એવું,
ઘેરું ઘેરું નહિજ અનિલે ગીત કો ગાયું તેવું ;
પાષાણોમાં, વન વન વિશે, ઘોષ એવા ન ઘૂમ્યા,
આજે મેવાડના શા ઉભય વીર લડે, અંધ ક્રોધે ઝઝૂમ્યા..... ૮

(અનુસષ્ટુપ્ )


મેવાડ રત્ન શું ખોશે, સ્નેહમંત્રોજ શેં સર્યા ?
સૂર્ય ને ચંદ્રના જેવા રાજપુત્રો પ્રભાભર્યા ! ..........૯

ક્રોધ છે સ્નેહનો વૈરી, અગ્નિમાં બધું બાળતો :
નરકસાથી એ ક્રોધ પ્રજળે ને પ્રજાળતો..........૧૦

(દ્રુતવિલંબિત )


નથ નથી હઠતા કુંવરો જરા,
ઉભય યુદ્ધકલામહિં છે પૂરા;
કુલ પુરોહિત આવી જુએ તહિં,
સકળ નાશ થતું દિસતું જહિં. ...........૧૧

સ્થિતિ વિચિત્ર જણાય વિલોકતાં,
યુગલ તે અટકે નહિં રોકતાં ;
ઉભયને અતિ તીવ્રજ આર્જવે
શમન કાજ પુરોહિત વિનવે. .......૧૨