આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૧
પ્રાણશૂન્ય પડયો દેહ વિપ્રનો પળમાં તહિં ;
શુશ્રષા ત્યાં કરે કોની ? અરેરે ! સમજ્યા નહીં !........૧૮
(મંદાક્રાંતા)
રે કેવી આ ઉર જગવતી ભૈરવી રાજભક્તિ !
આહા કેવી પ્રબળ સ્કુરતી એ મહા પ્રાણશક્તિ !
કેવો ઊંડો, અડગ, વિરલો, ભવ્ય આ દેશપ્રેમ !
એ આત્મા, એ ગહન પ્રતિમા, લેશ ભૂલાય કેમ ? ........૧૯
છે મેવાડે રુધિર વિરલું ભૂમિમાં વીરકેરું,
પાષાણોમાં, કુહર કુહરે, ઊછળે તે અનેરુંઃ,
રાજસ્નેહે રુધિર નિજ દૈ, હા પુરોહિત સૂએ !
ઊંડા તેના હૃદયપડઘા ત્યાં ઘૂમે છે હજૂયે !...............૨૦
(અનુષ્ટ્ર)
શોકાશ્ચર્યે ઊભા બન્ને વીર શુક્ત પ્રતાપ ત્યાં,
ઢળતા ભાનુના ૨શ્મિ ભૂલાવે ઉરતાપ ત્યાં.. ...........૨૧
થતાં પ્રતાપની સંજ્ઞા, શુક્ત તે ભૂમિ ત્યાગતો :
પ્રતા૫ પ્રાણનિદ્રાથી પ્રતિજ્ઞામય જાગતો..............૨૨