પૃષ્ઠ:Sandeshika.pdf/૯૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૩
વીરાંગના કર્મદેવી

(ખંડ હરિગીત )

અંગના !
વીરાંગના !
કર્મદેવી વીરાંગના !
સ્ત્રીધર્મદેવી વીરાંગના !
લાવણ્યમયી રમણી બની શું આજ માણી વીરાંગના ?
કયાં કુમુદની
કોમળ બની,
કયાં થુવર તે કાંટાભર્યો?
આ રંગ શો ન્યારો ધર્યો,
ઓ રજપૂતાણી વીરાંગના !
ચંદો તપે રવિશું અરે, વીરાંગના ?
ઉકળે અમીસરિતા ખરે, વીરાંગના ?
ક્યાં ચાલી ઓ વીરાંગના ! કર ઝાલી આ તરવારને ?
શું રસિક લલના યુદ્ધ ઝૂઝે કાજ દેશોદ્વારને ?