પૃષ્ઠ:Sandeshika.pdf/૯૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૫


અંગના !
વીરાંગના !
કર્મદેવી વીરાંગના !
દઢ દુર્ગ જેવી વીરાંગના !
શૌર્યસંજીવિની, ઉગ્ર, પ્રભાવિશાળ વીરાંગના !
ઉન્મત્ત સરિત ધસી
જળ પૂર્ણવેગ ઘૂમાવતી,
નિજ બળ પ્રચંડ કસી
સાગર ગગન ઉછળાવતી :
એવી કરાળ વીરાંગના !
મેવાડ શું પરતંત્ર થાય, વીરાંગના ?
શું વીરભૂમિકળી છુંદાય, વીરાંગના ?
શું યવનકિંકર કુતુબુદ્દિન જ્યધ્વજા ઊડાવશે,
જયાં સમરસિંહતણી શૂરી સિંહણ સમર ધૂજાવશે ?