પૃષ્ઠ:Sandeshika.pdf/૯૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૭


અંગના !
વીરાંગના !
કર્મદેવી વીરાંગના !
શુચિધર્મદેવી વીરાંગના !
મહાશક્તિપ્રકાશિની વીરાંગના !
દેશપ્રેમવિલાસિની વીરાંગના !
બળવંત રિપુ રગદોળનારી મહાભાવ વીરાંગના !
રણમાં જઈ
વિજયિની થઈ,
તેરમી સદા ઊજળી :
સૌભાગ્યરવિ ત્યાં નીકળી
લે હાસ્યલ્હાવ વીરાંગના !
સાગર ભલે ભૂમિને ગળે વીરાંગના !
તુજ કીર્તિ અક્ષય ના ચળે વીરાંગના !
અમ ભૂતશૌર્ય તુંમાં મળે વીરાંગના :
રે તુજ પરાક્રમની ગીતા ઘરઘર ગવાશે ભારતે !
વીરાંગના ! તુજ પ્રાણમંત્રજ ઘૂમશે ભર ક્યાર તે ?