પૃષ્ઠ:Sandeshika.pdf/૯૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૮
વીરબાળક બાદલ

(પુનરાવળી છંદ)*

અલાઉદિન ખિલજી જવ આવ્યો,
ચિતોડને જીતવા દળ લાવ્યો,
વીર્યપ્રતાપ અખંડ બતાવ્યો
એ કોણ હતો નરવીર ?
કોની આજ કથા તે કરીએ,
કોનાં ગાનથકી ઉર ભરીએ,
કોની પ્રતિમા નજરે ધરીએ,
કોણ હતો એવો રણધીર ?

_____________________________________

  • આ છંદ નવો રચ્યો છે