પૃષ્ઠ:Sandeshika.pdf/૯૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૧


ગેારા કાકાશું ત્યાં ઘૂમે,
બાદલવીર ! બદલવીર !
થઇ રજપૂત સરદાર ઝઝૂમે,
બાદલવીર ! બાદલવીર !
ગોરા કાકાશું ત્યાં ઘૂમે,
થઇ રજપૂત સરદાર ઝઝૂમે,
રિપુદળ ધૂળ પળેપળ ચૂમે :
રણ ધ્રૂજાવે બાદલવીર !


હથિયારે વીજળીઓ ચમકે,
રણગગડાટે ધરણી ધમકે,
વીર બાળક અશ્વે ત્યાં ઠમકે,
ન ગણે ઘા નિજ સૌમ્ય શરીર !
ગોરો ભૂમિ પડયે ના ખાંચ્યો,
ભીમસિહ મુક્ત કરીને રાચ્યો,
બળવંતા અરિને શિર નાચ્યો :
વિજયી આવ્યો બાદલવીર !