પૃષ્ઠ:Sanskrit Sahityani Kathao.pdf/૧૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૪
સંસ્કૃત સાહિત્યની કથાઓ.
 

૧૩૪ સંસ્કૃત સાહિત્યની સ્થાએ પ્રકરણ ૫ મુ: ભય’કર વિસ્મરણ એક દિવસ રાા દુષ્યન્ત રાજકાર્યથી પરવારીને એકાંતમાં બેઠેા હતા. આ વખતે હેનું ચિત્ત ભાવિ વિષા પૂર્વ ચિહ્નરૂપી તર્કવિતર્કમાં ઝેલાં ખાતું હતું; પરંતુ આમ શા માટે થાય છે, હેનું કારણ તે કળી શકતા ન હતા. એટલામાં કચુકીએ આવી, હાથ જોડી નિવેદન કર્યું: “ મહારાજ! ધર્મારણ્યવાસી તપસ્વિએ મહર્ષિ કણ્વને સંદેશા લઇને આવ્યા છે. શી આજ્ઞા છે? રાજાએ તપસ્વી શબ્દ સાંભળતાં જ અતિશય આદર બતાવીને કહ્યું: ‘જલદીથી ઉપાધ્યાય સામરાતને કહે કે અભ્યાગત તપસ્વિએને, વેદ વિધિપૂર્વક સત્કાર કરી, અવિલએ મ્હારી પાસે લાવે. હું પણ એટલામાં તપસ્વિ-દર્શનને યોગ્ય જગ્યામાં જઇને બેસું છું. એમ આજ્ઞા કરી કંચુકીને વિદાય આપી રાજા અગ્નિગૃહમાં જઈ એઠે. તે મનમાં વિચાર કરવા લાગ્યા: ‘ભગવાન કÕ શા વાસ્તે મ્હારી આગળ ષિએ મેકલ્યા હશે ? શું હેમની તપશ્ચર્થીમાં વિઘ્ન થતાં હશે ? અથવા કેાઈ દુરાત્મા હેમની ઉપર જુલમ ગુજારતા હશે કે શું ? આ પ્રમાણે વિવિધ વિચાર કર્યા છતાં તે કેાઇ જાતને નિર્ણય કરી શક્યા નહિ. હેનું મન ઘણું આકુળ વ્યાકુળ થયેલું બ્લેઇને પાસે ઉભેલી પરિચારિકાએ નમ્રતાથી કહ્યું : મહારાજ ! હું ધારૂં છું કે ધર્મારણ્યવાસી ઋષિએ મહારાજના અધિકારમાં નિર્વિઘ્ને તપશ્ચર્યા કરે છે, એ કારણથી આનંદિત થઇને મહારાજને ધન્યવાદ તથા આશીર્વાદ આપવા તેએ અહીં આવ્યા હશે.’ ' દરમ્યાનમાં શકુન્તલાની જમણી આંખ ફરકવા લાગી હતી, તેથી તે ઘણી જ શકિત થઇને ગૈાતમીને પૂછવા લાગીઃ “માજી ! મ્હારી જમણી આંખ શા માટે ક્રૂકતી હશે વારૂ ? ’’ ગાતમીએ હૈને ધીરજ આપી કહ્યુ હેન ! શકિત થઇશ મા. હારા પતિની કુલદેવતાએ હારૂં મગલ કરશે.’’ તે પણ શકુન્તલાનું મન માન્યું નહિઃ તે વિવિધ પ્રકારની શકા કરવા લાગી. રાજાએ દૂરથી ઋષિએ તથા શકુન્તલાને જેઇ. આ વખતે શકુન્તલાએ માથે ખૂરખા નાંખેલેા હતા તેથી હેનું મ્હા દેખી શકાતું ન હતું. રાજા પરિચારિકાને કહેવા લાગ્યાઃ “આ ભૂખાવાળી સ્ત્રી કાણ હશે ? તપસ્વિએની જોડે તે શા માટે આવી હશે ?’’ Gauત' due tal